એક વર્ષ પણ ન ચાલી Appleની આ સર્વિસ, કંપનીએ લીધો તેને બંધ કરવાનો નિર્ણય
વિશ્વની સૌથી મોંઘી ટેક કંપનીઓમાંની એક એપલ તેના લેટેસ્ટ ફીચર્ય અને યુઝર્સ એક્સપિરિયન્સ

વિશ્વની સૌથી મોંઘી ટેક કંપનીઓમાંની એક એપલ તેના લેટેસ્ટ ફીચર્ય અને યુઝર્સ એક્સપિરિયન્સ માટે જાણીતી છે. ટેક મેન્યુફેક્ચરિંગ કંપની સમયાંતરે યુઝર્સ માટે નવા ફીચર્સ લાવતી રહે છે. પરંતુ કંપનીએ માત્ર એક વર્ષ પહેલા લોન્ચ કરેલ ફીચરને હંમેશ માટે બંધ કરી દીધું છે. કંપનીએ આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે, એપલ પોતાની સર્વિસમાં સમયાંતરે ફેરફાર કરતી રહે છે.
એપલ તેના યુઝર્સ માટે પે લેટર સર્વિસ હંમેશ માટે બંધ કરી રહ્યું છે. કંપનીએ પોતે આ અંગે ઓફિશિયલ માહિતી આપી છે. કંપનીએ કહ્યું છે કે, તે પે લેટર હેઠળ નવી લોન ઓફરિંગ સેવાને બંધ કરી રહી છે. જોકે, કંપનીના આ નિર્ણયથી જૂની લોન ઓફર પર કોઈ અસર નહીં થાય. આ સિવાય જૂના હોલ્ડર્સ પહેલાની જેમ તેનો ઉપયોગ કરી શકશે. Appleની આ લેટેસ્ટ સર્વિસ અમેરિકામાં ગયા વર્ષે ઓક્ટોબર 2023માં લોન્ચ કરવામાં આવી હતી.
ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા લઈ શકશો ઈન્સ્ટોલમેન્ટ લોન
એપલ યુઝર્સ તેમના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા Apple Pay સાથે ઈન્સ્ટોલમેન્ટ લોન લઈ શકે છે. એક લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, હવે એપલ યુઝર્સ આ સર્વિસનો ઉપયોગ કરી શકશે નહીં. કંપનીએ આ સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી છે. એપલની આ લેટેસ્ટ સર્વિસ અમેરિકામાં ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવી હતી. આ સર્વિસ સાથે, એપલે યુઝર્સને તેમની ચૂકવણી ચાર સમાન ભાગોમાં ચૂકવવાની મંજૂરી આપી હતી. આ સર્વિસ $75-100ની ખરીદી માટે કામ કરતી હતી. કંપનીના આ નિર્ણયથી જૂના Apple Pay લેટર પર કોઈ ફરક નહીં પડે.






