Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : All the units made in the factory were sold out quickly, equipped with world-class features

VIDEO : Auto News: આ SUV ખરીદવા ગ્રાહકો તૂટી પડ્યા: ફેક્ટરીમાં બનેલા તમામ યુનિટ ફટાફટ વેચાયા, વર્લ્ડ ક્લાસ ફીચર્સથી છે સજ્જ

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

JSW MG મોટર ઇન્ડિયાએ ગયા મહિને 27 મેના રોજ પોતાની નવી ડીઝલ સંચાલિત લક્ઝરી ફ્લેગશિપ SUV મેજેસ્ટર (Majester) લોન્ચ કરી હતી. આ SUVને પહેલા જ મહિને ગ્રાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. કંપનીએ ગયા મહિને ગુજરાતના હાલોલ પ્લાન્ટમાં આ ગાડીના 467 યુનિટ બનાવ્યા હતા અને મે મહિનામાં જ 424 યુનિટનું હોલસેલ વેચાણ નોંધાયું છે.

App Store

આ લક્ઝરી SUV 6 અને 7 સીટર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. ભારતીય બજારમાં મેજેસ્ટરની એક્સ-શોરૂમ કિંમત રૂ. 40.99 લાખથી શરૂ થઈને રૂ. 44.99 લાખ સુધીની છે. સિયામ (SIAM) ના ડેટા અનુસાર, ગયા મહિને કંપનીના કુલ 6,048 વાહનોના સપ્લાયમાં મેજેસ્ટરનો હિસ્સો 7% રહ્યો હતો. ભારતમાં આ SUVની સીધી ટક્કર ટોયોટા ફોર્ચ્યુનર, જીપ મેરેડિયન, સ્કોડા કોડિયાક અને ફોક્સવેગન ટિગુઆન જેવી દમદાર ગાડીઓ સાથે થશે.

ઓફ-રોડિંગ માટે ખાસ ટેક્નોલોજી અને દમદાર સાઇઝ

એમજી મેજેસ્ટરમાં આગળ, પાછળ અને વચ્ચે એમ ત્રણેય જગ્યાએ ડિફરેન્શિયલ લોક (Differential Locks) આપવામાં આવ્યા છે. આ કેટેગરીમાં ત્રણેય લોક એકસાથે ધરાવતી આ પહેલી SUV છે. આ સેટઅપને કારણે ગાડી ગમે તેવા મુશ્કેલ કે કાદવ વાળા રસ્તાઓ પર પણ પોતાની પકડ ગુમાવતી નથી.

કદ (Size)ની બાબતમાં પણ આ SUV પોતાના સેગમેન્ટમાં સૌથી મોટી ગાડીઓમાંથી એક છે:

લંબાઈ: 5,046 mm

પહોળાઈ: 2,016 mm

ઊંચાઈ: 1,870 mm

વ્હીલબેઝ: 2,950 mm (જેના કારણે આ રોડ પર ખૂબ જ દમદાર લુક આપે છે)

ગ્રાઉન્ડ ક્લિયરન્સ: 219 mm

પાણીમાં ચાલવાની ક્ષમતા (Water Wading): 810 mm સુધીની છે.

આકર્ષક લુક અને પ્રીમિયમ ઇન્ટિરિયર

આ SUVની ડિઝાઇન શાનદાર ઓફ-રોડિંગ લુકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેમાં ઊંચી બોનેટ લાઇન, મોટી ફ્રન્ટ ગ્રિલ, વર્ટિકલ લાઇટિંગ અને પાછળના ભાગમાં કનેક્ટેડ ટેલ લેમ્પ્સ આપવામાં આવ્યા છે.

ગાડીનું કેબિન હાઇ-ટેક ફીચર્સથી સજ્જ છે:

આગળ બેસનાર માટે મેમરી ફંક્શન સાથે વેન્ટિલેટેડ અને મસાજ સીટો.

થ્રી-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ અને ડ્યુઅલ વાયરલેસ ચાર્જિંગ પેડ.

આકર્ષક પેનોરેમિક સનરૂફ.

ડ્યુઅલ 12.3 ઇંચની ડિસ્પ્લે અને 12 સ્પીકર્સ વાળું JBL ઓડિયો સેટઅપ.

75થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સ

બ્લેક થીમ આધારિત પ્રીમિયમ અપહોલ્સ્ટ્રી અને એમ્બિયન્ટ લાઇટિંગ.

સેફ્ટી ફીચર્સ અને વોરંટી

સુરક્ષા માટે આ SUVમાં લેવલ 2 ADAS (એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ) આપવામાં આવી છે. આ સિવાય તેમાં 360 ડિગ્રી HD કેમેરા, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી સિસ્ટમ અને મલ્ટિપલ ટ્રેક્શન કંટ્રોલ ફીચર્સ સામેલ છે. ડ્રાઇવિંગને સરળ બનાવવા માટે 'ઓટો હોલ્ડ' સાથે ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને ગિયર સિલેક્ટર પણ છે.

કંપની તેના 'MG શીલ્ડ' પ્રોગ્રામ હેઠળ ગ્રાહકોને 3 વર્ષની અનલિમિટેડ કિલોમીટર વોરંટી, રોડસાઇડ આસિસ્ટન્સ (RSA) અને લેબર-ફ્રી શેડ્યૂલ્ડ સર્વિસ પૂરી પાડી રહી છે.