Video-સુરતમાં BRTS કર્મચારીઓ ગુંડાગર્દી પર ઉતર્યા, રૂટમાંથી પસાર થતાં યુવકને એકઠા થઈ માર્યો માર
સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ સેવા સતત વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે આ વખતે સિટીલિંકના નેજા હેઠળ ચાલતી

સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ સેવા સતત વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે આ વખતે સિટીલિંકના નેજા હેઠળ ચાલતી બીઆરટીએસ બસના કર્મચારીઓ ગુંડાગર્દી પર ઉતર્યા હોવાનું સામે આવ્યું છે. અલથાણ ખાડી બીઆરટીએસ રૂટમાંથી પસાર થતાં યુવકને બીઆરટીએસના કર્મચારીઓ દ્વારા એકઠા થઈને માર મારવામાં આવ્યો હતો. કર્મચારીઓએ જાણે ઘેરાબંધી કરી હોય તે રીતે માર માર્યો હતો. ડઝનેક કર્મચારીઓએ યુવકને ચક્રવ્યૂહમાં ઘેરી લઈને જાહેરમાં ઢીક્કાપાટુનો માર માર્યો હતો. સમગ્ર ઘટનાના સ્થાનિકો દ્વારા વીડિયો બનાવી લેવામાં આવ્યા હતાં. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. ત્યારે સુરત પોલીસ દ્વારા આવા બેફામ અને બેકાબૂ બનેલા અને નિર્દોષ વ્યક્તિઓ પર હુમલો કરનાર BRTS કર્મચારીઓ પર કોઈ કાર્યવાહી કરશે ખરા એવા સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે.




