મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video-કારના બોનેટ પર બેસીને ચારેય દરવાજે લટકી લબરમૂછીયાઓએ જીવના જોખમે બનાવી રીલ

સુરતમાં રીલ્સ બનાવવાનું યુવકોને ઘેલું લાગ્યું છે. જીવને જોખમમાં મૂકીને ર

સુરતમાં રીલ્સ બનાવવાનું યુવકોને ઘેલું લાગ્યું છે. જીવને જોખમમાં મૂકીને રીલ્સ બનાવતાં યુવકોનો વીડિયોને લઈને ફરી એકવાર સોશિયલ મીડિયા પર સવાલો ઉભા થયા છે. વાઇરલ વીડિયો ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. કારના બોનેટ પર એક યુવકો બેઠો છે. જ્યારે ચારેય દરવાજા ખોલીને ચાર લબરમૂછીયાઓ ત્યાં જીવના જોખમે લટકી રહ્યાં છે. જોખમી રીતે સ્ટંટ કરતા યુવકોનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. GJ 5 RX 4447 નંબરની ગાડી પર સ્ટંટ કરતા યુવકોને લઈને પોલીસ આકરી કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે. મહત્વપૂર્ણ છે કે, અગાઉ પણ પોલીસ દ્વારા આવા સ્ટન્ટ કરનારને પાઠ ભણાવવામાં આવ્યાં હતાં. 

આ સમાચાર શેર કરો