મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:પી..લે..પી..લે..ઓ મેરે રાજા..ગીત પર સુરતમાં યુવકોએ જાહેરમાં DJના તાલે ડાન્સ કરી દારૂની કરી રેલમછેલ

સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂબંધી અમલમાં છે. તેમ છતાં છાસવારે રેલમછેલ દારૂની થતી હોવાનું

સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂબંધી અમલમાં છે. તેમ છતાં છાસવારે રેલમછેલ દારૂની થતી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ઉધના વિસ્તારમાં જાહેરમાં ડીજેના તાલે નાચતા યુવકો દારૂની મિજબાની માણતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં યુવકો પી..લે.પી..લે..ઓ મર જાની ગીત પર હાથમાં દારૂની બોટલ સાથે નાચતાં જોવા મળ્યા હતાં. વીડિયો વાયરલ થતાં કહેવામાં આવી રહ્યું હતું કે, આ જગ્યા ઉધના સંત નિરાકરણ ભવન પાસેની છે. જ્યારે ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં પોલીસની કાર્યવાહીને લઈને આક્ષેપ કર્યા હતાં. 

આ સમાચાર શેર કરો