Ahmedabadમાં 28 ડિસેમ્બરે યોજાશે 'યુવા બિઝનેસ મહાસંમેલન', અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે

પાટીદાર સમાજની આર્થિક તાકાતનું વૈશ્વિક સ્તરે પ્રદર્શન કરવા માટે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે 28 ડિ

સોર્સ: GSTV

પાટીદાર સમાજની આર્થિક તાકાતનું વૈશ્વિક સ્તરે પ્રદર્શન કરવા માટે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે 28 ડિસેમ્બરના રોજ એક ભવ્ય યુવા બિઝનેસ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

વિશ્વ ઉમિયાધામ ખાતે યુવા બિઝનેસ મહાસંમેલન 28 ડિસેમ્બરે બપોરે 3:00 વાગ્યે અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં શરૂ થશે. આ કાર્યક્રમમાં 20 હજારથી વધુ યુવા બિઝનેસમેન ભાગ લે તેવી શક્યતા છે. ઉપરાંત અમેરિકા સહિત 7 દેશોમાંથી પાટીદાર યુવા બિઝનેસમેન આ સંમેલનમાં સામેલ થશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટીદાર સમાજના અન્ય મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત