મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં ફ્રી ફાયર ગેમમાં 14 હજાર હારી જતાં યુવકે ATM તોડી કર્યો ચોરીનો પ્રયાસ, 2ની ધરપકડ

સુરતમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મોબાઈલમાં રમાતી એક ગેમમાં યુવક પૈસા હારી જતાં યુવકે ATM તોડવ

સુરતમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મોબાઈલમાં રમાતી એક ગેમમાં યુવક પૈસા હારી જતાં યુવકે ATM  તોડવાનો પ્રયાસ કર્યો હતો. સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં ઓનલાઇન ગેમમાં રૂપિયા હારી જતા યુવકે ATM  તોડીને ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

આ પણ વાંચો : જાહેરાત બાદ સરકાર ભૂલી ગઈ? : 51 કરોડનો રાજ્યનો પ્રથમ કિડ્ઝ સિટી પ્રોજેક્ટ 6 વર્ષે પણ અધૂરો

કિશોરાવસ્થામાંથી પસાર થવા યુવાનોમાં મોબાઈલની ઘેલછા અત્યંત ભયાવહ રીતે સાબિત થઈ રહી છે. સુરતમાં એક યુવક મોબાઈલમાં ફ્રી ફાયર ગેમમાં 14 હજાર રુપિયા હારી જતા કિશોરે ચોરીને અંજામ આપ્યો. પૈસા હારી જતા પહેલા તો માતાના મોબાઈલમાંથી ઓનલાઇન રૂપિયા ગેમિંગ ઝોનમાં ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ બાદમાં માતાને ખબર ન પડે તે માટે ATM તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પોલીસે એક બાળગુનેગાર સહીત 2ની ધરપકડ કરી છે તેમજ અઠવા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો