VIDEO: રાજકોટના રેસકોર્સ મેદાનના બગીચામાં દારૂની બિન્દાસ્ત મહેફિલ માણતા યુવાનો
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર અને ફક્ત વાતોમાં જ દેખાય છે, રાજકોટમાં દા
ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર અને ફક્ત વાતોમાં જ દેખાય છે, રાજકોટમાં દારૂબંધીના લીરેલીર ઉડ્યા છે. બે યુવાનો ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આવેલા બાળકોના બગીચામાં સ્ટેચ્યું પર બેસીને બે યુવાનોએ દારૂની મહેફિલ માણતા નજરે આવ્યા હતા.
ધોળા દિવસે દારૂની મહેફિલ માણતા યુવાનો
ધોળા દિવસે બગીચામાં બેસી યુવકો મોજથી દારૂની મહેફિલ કરી રહ્યા છે. તો બીજી તરફ પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી પોલીસ શું એક્શન લે છે તે હવે જોવાનું રહ્યું છે.




