મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:કપરાડામાં કોલક નદીના પ્રવાહમાં અધવચ્ચે ફસાયો યુવક, સ્થાનિકોએ જીવના જોખમે કર્યું દિલધડક રેસ્ક્યુ

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે તારાજી મચાવી હતી. બીજી તરફ ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે તારાજી મચાવી હતી. બીજી તરફ ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. ત્યારે વલસાડના કપરાડામાંથી પસાર થતી કોલક નદી હાલ બે કાંઠે વહી રહી છે. બાલચોંડી ગામ નજીક કોલક નદીના પ્રવાહ વચ્ચે એક યુવક ફસાયો હતો. જેને કેટલાક સ્થાનિક લોકોએ પોતાના જીવને જોખમમાં મૂકીને દિલ ધડક રીતે દોરડુ બાંધીને રેસ્ક્યુ કર્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદથી અત્યારે કોલક નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે. બે કાંઠે વહેતી નદીના કારણે લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને રસ્તાઓ પસાર કરવા પ્રયાસ કરતા હોય છે. ત્યારે આવી ઘટના બનતી હોય છે. જોકે યુવકને સલામત રીતે ઉગારી લેવાતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સમાચાર શેર કરો