VIDEO:કીમ રેલવે ઓવરબ્રિજ પર લોખંડની ગડર પર ચડ્યો યુવક, આરામ ફરમાવનારને આ રીતે ઉતારાયો નીચે
સુરતના કીમ રેલવે ઓવરબ્રિજ પર અવારનવાર લોકો ચડી જઈને જીવને જોખમમાં મૂકતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્

સુરતના કીમ રેલવે ઓવરબ્રિજ પર અવારનવાર લોકો ચડી જઈને જીવને જોખમમાં મૂકતા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે કીમ રેલવે ઓવરબ્રિજના લોખંડની ગડર પર વધુ એક યુવક ચડી ગયો હતો. યુવક જીવના જોખમે હાઇબેરલ ઓવરબ્રિજના ગડર ઉપર આરામ ફરમાવી રહ્યો હતો. જેથી કીમ પોલીસના GRD જવાનોએ સ્થળ પર પહોંચી યુવકને હેમખેમ નીચે ઉતાર્યો હતો. બાદમાં પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. યુવક કયા કારણસર ઓવરબ્રિજ ઉપર ચઢ્યો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી. અવાર નવાર કીમ રેલ્વે ઓવરબ્રિજ ઉપર યુવકો ચઢી જવાની ઘટના સામે આવતી રહે છે. ક્યારેક નશાખોરો, ક્યારેક માનસિક અસ્થિર, તો ક્યારે આપઘાત કરવાં માટે ચઢી જતા હોય છે. કેટલાક યુવકો બ્રિજ ઉપર રિલ્સ તેમજ સેલ્ફી લેવા માટે પણ ચઢી જતા હોય છે. થોડા સમય પહેલા પણ ઓવરબ્રિજ ઉપર નશાખોર યુવક ચઢી ગયો હતો.




