VIDEO:દુબઈથી સૂટકેસમાં ગોલ્ડની પેસ્ટ બનાવી લાવવાનો કિમીયો જોઈ તમારી આંખો ફાટી રહેશે
સુરત એરપોર્ટ જ્યારથી ઈન્ટરનેશનલ બન્યું છે. ત્યારથી જાણે સ્મલરો માટે આસ

સુરત એરપોર્ટ જ્યારથી ઈન્ટરનેશનલ બન્યું છે. ત્યારથી જાણે સ્મલરો માટે આસાન રસ્તો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. હીરા અને સોનાની થતી દાણચોરીના અવનવા કિમીયા સ્મલરો દ્વારા લગાવવામાં આવતાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે દુબઈથી સોનાની પેસ્ટ બનાવીને થતી દાણચોરીનો વધુ કેસ ઝડપાયો છે. જેમાં સ્મલરો દ્વારા ગોલ્ડની પેસ્ટ આ વખતે ગુદામાર્ગમાં નહીં પરંતુ સૂટકેસના નીચેના ભાગે લેયર બનાવી દેવામાં આવ્યું હતું. જેથી કોઈનું ધ્યાન ન જાય. જો કે, એસઓજી દ્વારા એરપોર્ટની બહારથી જ ગોલ્ડ સ્મલીંગ કરતીં ગેંગને ઝડપી લેવામાં આવી હતી. તેની પાસેથી એક કાળા કલરની સૂટકેસ જપ્ત કરવામાં આવી હતી. આ સૂટકેસના એક એક લેયરને તિક્ષ્ણ હથિયારથી કાપવામાં આવ્યાં હતાં. જેમાંથી ગોલ્ડ પેસ્ટનો 900 ગ્રામ જેટલો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. સાથે જ ચાર જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતાં. આ આરોપીઓ પાસેથી 60 લાખનું સોનું જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવીછે.




