VIDEO : ગ્લોબલ પોપ સ્ટાર રિહાના બીજી વખત ભારત પ્રવાસે, મુંબઈમાં 'ફેન્ટી બ્યુટી કી હવેલી' ઇવેન્ટમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ

વિશ્વની સૌથી ધનાઢ્ય મહિલા સિંગર રિહાના બીજી વખત ભારત પ્રવાસે આવી છે. ઇન્ટરનેશનલ પૉપ સ

વિશ્વની સૌથી ધનાઢ્ય મહિલા સિંગર રિહાના બીજી વખત ભારત પ્રવાસે આવી છે. ઇન્ટરનેશનલ પૉપ સ્ટાર રિહાનાએ મુંબાઈના ફીનિક્સ પેલેડિયમમાં શુક્રવારે પોતાની કોસ્મેટિક બ્રાન્ડ 'ફેન્ટી બ્યુટી'ના ભારતમાં સત્તાવાર લોન્ચ કરી હતી. આ લોન્ચ ઇવેન્ટને 'ફેન્ટી બ્યુટી કી હવેલી' નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રિલાયન્સ રિટેલની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ હાજર રહી હતી.ઈવેન્ટમાં બોલિવૂડના અનેક દિગ્ગજ સિતારાઓએ પણ હાજરી આપી હતી, જેના કારણે વાતાવરણ વધુ મનમોહક બન્યું હતું. સોશિયલ મીડિયા પર હાલ રીહાન્નાના મુંબઈના વિઝ્યુઅલ્સ વાયરલ થઈ રહ્યા છે. ગ્લોબલ આઇકોનની એક ઝલક મેળવવા માટે ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત