VIDEO: પાવાગઢના મહાકાળી મંદિરમાં આસ્થા અને ભક્તિનો સર્જાયો અનોખો વિશ્વ રેકોર્ડ, 90 હજારથી વધુ ભક્તોએ આપી આહુતિ
પંચમહાલમાં આવેલા પાવાગઢ યાત્રાધામ મહાકાળી મંદિરમાં આસ્થા અને ભક્તિનો એક અન
પંચમહાલમાં આવેલા પાવાગઢ યાત્રાધામ મહાકાળી મંદિરમાં આસ્થા અને ભક્તિનો એક અનોખો વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. છેલ્લા 76 દિવસથી સતત ચાલતા નવાર્ણ મંત્ર મહાયજ્ઞમાં 24 કરોડ મંત્ર જાપનો લક્ષાંક પૂર્ણ કરીને 'વર્લ્ડ રેકોર્ડ બુક ઇન્ડિયા'માં સ્થાન મેળવ્યું છે. જે કાર્ય પૂર્ણ કરવા માટે એક વર્ષનો સમય અંદાજવામાં આવ્યો હતો, તે શ્રદ્ધાળુઓના અવિરત સહયોગથી માત્ર 76 દિવસમાં જ સંપન્ન થયો છે.
ગત 15 જાન્યુઆરીથી શરૂ થયેલા આ દિવ્ય યજ્ઞમાં 90 હજારથી વધુ ભક્તોએ આહુતિ આપી હતી. વર્લ્ડ રેકોર્ડ ટીમના સીઈઓએ પાવાગઢ ટ્રસ્ટને સર્ટિફિકેટ એનાયત કરતા જણાવ્યું હતું કે, આ સિદ્ધિ માત્ર આંકડા નથી પરંતુ કરોડો ભક્તોની અતૂટ આસ્થાનું પ્રતિબિંબ છે.



