Video:સુરતમાં મહિનાથી ચોરીનો તરખાટ મચાવતી મહિલા ગેંગની સાગરિત CCTVમાં કેદ
સુરતમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો સક્રિય થયા છે. તેમાં પણ ખાસ મહિલા તસ્કરો તરખાટ મચાવતી હોય તેમ ચોરીને અંજામ આપી

સુરતમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો સક્રિય થયા છે. તેમાં પણ ખાસ મહિલા તસ્કરો તરખાટ મચાવતી હોય તેમ ચોરીને અંજામ આપી રહી છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં ચોરી કરતી મહિલા ગેંગ પોલીસ પકડથી દૂર છે. પરંતુ છેલ્લા એક મહિનાથી ચોરી કરતી આ મહિલા ગેંગની એક સાગરિત પાંડેસરા વિસ્તારમાં આવેલા જલારામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ચોરી કરતાં કેદ થઈ ગઈ હતી. દિવસના સમયમાં મહિલા ગેંગ દ્વારા ચોરી કરતી હતી. એક ઘરમાંથી મોબાઈલ અને બીજા ઘરમાંથી રોકડ રૂપિયા ચોરી કરવામાં આવ્યા હતાં. ઘરના નજીકના સીસીટીવી કેમેરામાં મહિલા કેદ થઈ હતી. બે જગ્યા અલગ અલગ મહિલા દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે પાંડેસરા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




