Video: જેતપુરમાં સતત બીજા દિવસે કરી 'જનતા રેડ' કરી મહિલાઓએ દારૂ ઝડપ્યો, બુટલેગરે આપી મારી નાખવાની ધમકી
જેતપુરમાં સતત બીજા દિવસે કરી 'જનતા રેડ' કરી મહિલાઓએ દારૂ ઝડપ્યો છે. ગઈકાલે છૂટીને આ
જેતપુરમાં સતત બીજા દિવસે કરી 'જનતા રેડ' કરી મહિલાઓએ દારૂ ઝડપ્યો છે. ગઈકાલે છૂટીને આવેલા બુટલેગરે મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરાયો છે. સતત બે દિવસથી ચાલતા આ હલ્લાબોલ બાદ હવે પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે.
બુટલેગરે મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી
રાજકોટ જિલ્લાના જેતપુરમાં આવેલા ચામુંડાનગર વિસ્તારમાં મહિલાઓ રણચંડી બની છે. સતત બીજા દિવસે કરી 'જનતા રેડ' કરી મહિલાઓએ દારૂ ઝડપ્યો છે. મહિલાઓએ ગઈકાલે પણ દારૂ પકડ્યો હતો, પરંતુ પોલીસે આરોપીને માત્ર અડધી કલાકમાં છોડી મૂકતા મહિલાઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસની કામગીરીથી નારાજ મહિલાઓએ આજે સવારે ફરીથી દારૂના અડ્ડા પર દરોડો પાડી બુટલેગરને પકડ્યો છે. ગઈકાલે છૂટીને આવેલા બુટલેગરે મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરાયો છે. મહિલાઓનો સવાલ છે કે અમે દારૂ પકડીને આપીએ તો પણ પોલીસ બુટલેગરને કેમ છોડી મૂકે છે? સતત બે દિવસથી ચાલતા આ હલ્લાબોલ બાદ હવે પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે.







