Video: અંકલેશ્વરમાં મહિલાઓએ ફૂંકી મારી કાર, પાડોશીઓની તકરારમાં બતાવ્યું પરાક્રમ
અંકલેશ્વરના કોસમડી પાસે આવેલા ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક માહિડાએ તેમની કાર ઘરના આં
અંકલેશ્વરના કોસમડી પાસે આવેલા ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક માહિડાએ તેમની કાર ઘરના આંગણામાં પાર્ક કરી હતી. આ દરમિયાન રાતે પાડોશીઓએ આખો વિસ્તાર માથે લીધો હતો.બે મહિલાએ પહેલા પાડોશીઓએ માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી. તો બીજી તરફ રાતે કૌશિક મહીડાએ સીસીટીવી પોલીસને સોંપી બે મહિલાઓએ તેઓની કાર સળગાવી દીધી હોવાની સામે ફરિયાદ કરી હતી. જેથી પોલીસે તપાસ શરુ કરી છે. ફરિયાદમાં સોસાયટીમાં રહેતી પલ્લવી પાટીલ નામની મહિલા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે, બે મહિલા મોપેડ પર આવે છે. કાર પર પ્રવાહી છાંટી કાર સળગાવી ત્યાંથી નીકળી જાય છે. આ અંગેની જાણ થતા પાડોશીઓ ભેગા થઈ જાય છે. બાદમાં ફાયર ફાયટરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવે છે. સ્થાનિકોએ મહિલા સામે હેરાનગતિના પણ આક્ષેપ કર્યા છે.
આ પણ વાંચોઃસુરતમાં ઘરના બંધ રૂમમાં લાગી આગ, પરિણીતા બળીને થઈ ગઈ ભડથૂં




