મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વલસાડના નારગોલ ગામના મહિલા સરપંચે દારૂબંધી હળવી કરવા મુખ્યમંત્રીને કરી રજૂઆત!

વલસાડના ઉમરગામ તાલુકાના કુદરતી સુંદરતાથી ઘેરાયેલા નારગોલ ગામના મહિ

તસવીર: gstv

વલસાડના ઉમરગામ તાલુકાના કુદરતી સુંદરતાથી ઘેરાયેલા નારગોલ ગામના મહિલા સરપંચે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી દારૂબંધી હળવી કરવા માંગ કરી છે. મહારાષ્ટ્ર અને દમણ સરહદે આવેલા આ રળિયામણા દરિયાકિનારે બારેમાસ પર્યટકોની ભારે ભીડ રહે છે. સરપંચનું માનવું છે કે દારૂબંધીમાં છૂટછાટ આપવાથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે અને સ્થાનિકો માટે રોજગારીના નવા સ્ત્રોત ઉભા થશે. ગુજરાતમાં કાગળ પર દારૂબંધી હોવા છતાં ખૂણે-ખૂણે દારૂ મળી રહેતો હોવાનો પણ તેમણે નિર્દેશ કર્યો છે. મહિલા સરપંચની આ અનોખી અને વિવાદાસ્પદ રજૂઆત હાલ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

આ સમાચાર શેર કરો