મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 13 વર્ષ પહેલા સગાઈ તોડવાની વાતને લઈ યુવતીએ યુવક પર કર્યો જીવલેણ હુમલો

અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવતી દ્વારા બોપલ વિસ્તારના શેલામાં

અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવતી દ્વારા બોપલ વિસ્તારના શેલામાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. સગાઈ તોડી નાખતા 25 ફેબ્રુઆરીના રોજ આ હુમલો કરવામાં આવ્યો હતો. 13 વર્ષ પહેલાં સગાઈ તોડનારા યુવકને યુવતીએ કારથી ટક્કર મારી હતી. તેમજ ટક્કરને કારણે ફંગોળાયેલા યુવકને છરીના 3 ઘા ઝીંકી દીધા હતા. જેથી જીવ બચાવવા યુવક લોહીલુહાણ હાલતમાં રોડ પર દોડ્યો હતો અને લિફ્ટ લઈ માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો હતો.

તું મારી સાથે વાત કેમ નથી કરતો અને તેં મારો નંબર કેમ બ્લોક કરી દીધો છે, તેમ કહીને 13 વર્ષ પહેલા સગાઈ તૂટી ગઈ હતી. યુવતીએ સ્કૂટર ઉપર જઈ રહેલા યુવકને કારથી ટકકર મારી હતી. ત્યારબાદ છરીથી પેટ, બરડા અને પડખામાં 3 ઘા મારી દીધા હતા. યુવક પર જીવલેણ હુમલો કરીને યુવતી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. જો કે, બોપલ પોલીસે યુવતી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો