મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: IND vs SL / શું બીજા દિવસે બેટિંગ કરવા ઉતરશે કેએલ રાહુલ? કોચે તેની ફિટનેસ પર આપ્યું અપડેટ

શ્રીલંકા સામે ગોલમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે શનિવારે ભારતને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યાર

તસવીર: gstv

શ્રીલંકા સામે ગોલમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે શનિવારે ભારતને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે ઓપનર કેએલ રાહુલ ત્રીજા સેશનમાં બેટિંગ કરી નહતો શક્યો. રાહુલ સદી માટે ટ્રેક પર હતો પરંતુ ઈજાને કારણે તેને આરામ કરવાની ફરજ પડી હતી. હવે ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે રાહુલની સ્થિતિ અંગે વિગતો આપી છે.

રાહુલ 77 રન બનાવીને રિટાયર થયો હતો. તે ક્રેમ્પ્સથી પીડાતો હતો, જેના કારણે તેણે રિટાયર થવાની ફરજ પડી હતી. તેણે પડિકલ સાથે 150થી વધુ રનની પાર્ટનરશિપ કરી હતી. ડ્રેસિંગ રૂમમાં જતા પહેલા ફિઝિયોથેરાપિસ્ટે મેદાન પર રાહુલની મુલાકાત લીધી હતી.

કોચે અપડેટ આપ્યું

રાહુલની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્રેમ્પ્સના કારણે તેને જમણા હાથમાં પણ મુશ્કેલી હતી, જેના કારણે ફિઝિયોથેરાપિસ્ટે મેદાન પર તેની મુલાકાત લીધી હતી. તેના રિટાયર થયા પછી, તબીબી ટીમ તેની સંભાળ રાખી રહી છે. જોકે, કોચે રાહુલ અંગેની કોઈપણ ચિંતાઓને ફગાવી દીધી છે અને કહ્યું છે કે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ કોટકે કહ્યું, "કેએલે શાનદાર બેટિંગ કરી. તેને ખેંચાણ આવી ગઈ. દિવસના અંત સુધીમાં તે ઠીક હતો. એકવાર તમને ક્રેમ્પ્સ શરૂ થવા લાગે છે, પછી તે ઘણીવાર હેમસ્ટ્રિંગ, પછી ગ્રોઈન અને પછી હાથમાં ફેલાય છે, પરંતુ હાલમાં તે સંપૂર્ણપણે ઠીક લાગે છે. તેથી તે રમવા માટે તૈયાર હશે."

કોટક રાહુલની બેટિંગથી ખુશ છે

કોટક રાહુલની બેટિંગથી ખૂબ ખુશ દેખાતો હતો. તેણે કહ્યું કે રાહુલ તેના બેટિંગ ક્રમમાં ફ્લેકસિબલ છે અને ગમે ત્યાં બેટિંગ કરી શકે છે. રાહુલ ભારત માટે ODIમાં 5 કે 6 નંબર પર રમે છે, જ્યારે તે ટેસ્ટમાં ઈનિંગ ઓપન કરે છે.

કોટકે કહ્યું, "તે એક એવો બેટ્સમેન છે, જો તમે જુઓ, તો તે ODIમાં 5 કે 6 નંબર પર બેટિંગ કરે છે. જ્યારે તમે એક સિનિયર બેટ્સમેન હોવ અને તમે કોઈપણ નંબર પર બેટિંગ કરવા અને ટીમને મદદ કરવા માટે તૈયાર હોવ છો. મને લાગે છે કે તે એક મહાન ખેલાડી છે. તે ટીમ માટે ખૂબ ઉપયોગી છે."

આ સમાચાર શેર કરો