મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમિત શાહ કેમ રાખે છે દાઢી? કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્યો જાહેરમાં ખુલાસો

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારી મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે અમીન PJKP વિદ્યાર્થી ભવનનું ઉદ્દઘાટન કર્યું હતું. આ દરમિયાન અમ

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારી મંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે અમીન PJKP વિદ્યાર્થી ભવનનું ઉદ્દઘાટન કર્યું હતું. આ દરમિયાન અમિત શાહે ક્લિન સેવ ના કરાવવા પાછળનો પોતાનો કિસ્સો શેર કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યાં હતા.

અમિત શાહ કેમ નથી કરાવતા દાઢી?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "અહીં નટુભાઇ સાહેબ રેક્ટર હતા. ઘણા લોકો તેમને ઓળખતા હશે. હું માણસાથી અહીં ભણવા આવ્યો, યૂનિવર્સિટી હૉસ્ટેલમાં રહેતો હતો. NCC જોઇન કર્યું, નટુભાઇ સાહેબ અમારા રેક્ટર હતા અને NCCના ઇસ્ટ્રક્ટર હતા. હું નાનપણથી ક્લિનસેવ નહતો કરતો.નટુભાઇ સ્ટ્રીક્ટ ડિસિપ્લિનના આગ્રહી હતા. હું દાઢી ના કપાવુ ત્યારે ગુજરાત કોલેજમાં રાઇફલ ઉંચકીને ચાર રાઉન્ડ લગાવતા હતા."

આ સમાચાર શેર કરો