મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: એરપોર્ટ પર કેમેરામેને નયનતારાને કેમ રોકી? સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો!

મુંબઈ એરપોર્ટ પર સાઉથ સિનેમાની સુપરસ્ટાર નયનતારા જોવા મળી હ

તસવીર: gstv

મુંબઈ એરપોર્ટ પર સાઉથ સિનેમાની સુપરસ્ટાર નયનતારા જોવા મળી હતી. તેને જોતાં જ ત્યાં હાજર ફેન્સ અને પેપરાઝીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો અનુસાર, નયનતારા જેવી એરપોર્ટ પરથી બહાર નીકળી, કે તરત જ ફોટોગ્રાફર્સે તેને ફોટો પડાવવા માટે વિનંતી કરવાનું શરૂ કરી દીધું હતું. 

કેમેરામેન સતત તેને "મેડમ, એક મિનિટ ઊભા રહો", "પ્લીઝ થોડા આગળ આવો" અને "અહીં ફોટો લેવાની મંજૂરી નથી, થોડા આગળ આવીને પોઝ આપો" તેવી આજીજી કરતા જોવા મળ્યા હતા. એરપોર્ટ પર સુરક્ષાના નિયમો હોવા છતાં, અભિનેત્રીની એક ઝલક મેળવવા અને તેના ફોટા ક્લિક કરવા માટે ત્યાં હાજર લોકોમાં ભારે ઉતાવળ અને ઉત્તેજના જોવા મળી હતી. નયનતારાનો આ એરપોર્ટ લુક અને આખો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમાચાર શેર કરો