મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: રામમોહન નાયડુની એરપોર્ટ મુલાકાત

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ગુજરાતના અમદાવાદ એરપોર્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે એરપોર્ટ

તસવીર: GSTV

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ ગુજરાતના અમદાવાદ એરપોર્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે એરપોર્ટ પર પેસેન્જર સુવિધાઓ અને કાર્યક્ષમતાનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ મંત્રીએ ગુજરાતના મહત્વકાંક્ષી 'ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ' પ્રોજેક્ટની પ્રગતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે અધિકારીઓ પાસેથી ધોલેરા એરપોર્ટના રનવે, ટર્મિનલ બિલ્ડિંગ અને કનેક્ટિવિટીના ચાલુ કામોની વિગતવાર માહિતી મેળવી હતી. મંત્રી નાયડુએ આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને વૈશ્વિક કક્ષાની આધુનિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત એજન્સીઓને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.

આ સમાચાર શેર કરો