મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: Botadમાં પીકઅપ ગોથું માર્યા બાદ આ સફેદ રંગનું શું દોડી ગયું?

બોટાદમાં 28 ડિસેમ્બરના રોજ 28 લોકો ભરેલું પીકઅપ ડાલુ પલટી ગયું. આ અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હત

તસવીર: GSTV

બોટાદમાં 28 ડિસેમ્બરના રોજ 28 લોકો ભરેલું પીકઅપ ડાલુ પલટી ગયું. આ અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેમાં અકસ્માતની સાથે એક દુર્લભ ઘટના પણ કેદ થઈ છે. પીકઅપનો જ્યારે અકસ્માત થાય છે ત્યારે અચાનક કોઈ સફેદ પ્રાણી જેવું દોડતું જોવા મળે છે. હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતાં એ વાતની ચર્ચા જાગી છે કે પીકઅપ ગોથું મારતા આ સફેદ રંગનું શું દોડી ગયું? એવું માનવામા આવી રહ્યું છે કે, આ બકરી જેવું કોઈ પ્રાણી હોઈ શકે છે અને તેને બચાવવાના પ્રયત્નોમાં દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે. પરંતુ હજી સુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ સફેદ રંગની દેખાતી ચીજ શું છે.

આ સમાચાર શેર કરો