VIDEO : હજુ પણ મોંઘું થશે પેટ્રોલ-ડીઝલ? અમદાવાદ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખના નિવેદનથી ફફડાટ!
અમદાવાદમાં પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે પેટ્રોલ-ડીઝલના

અમદાવાદમાં પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, છેલ્લા સાડા ત્રણ વર્ષથી ઇંધણના ભાવ સ્થિર રહ્યા હતા, પરંતુ વર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તેમણે ખુલાસો કર્યો કે હાલમાં પેટ્રોલ પર પ્રતિ લિટર ૨૦ રૂપિયા અને ડીઝલ પર ૪૦ રૂપિયાનું મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે, જેની સામે સરકારે માત્ર ૩-૩ રૂપિયાનો નજીવો વધારો કર્યો છે. લાંબા સમયથી સરકાર આ ખોટ સહન કરી રહી હોવાથી, આગામી સમયમાં આર્થિક નુકસાનને સરભર કરવા માટે ભાવમાં હજુ પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. આ નિવેદનથી સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક બોજ પડવાના સંકેતો મળી રહ્યા છે.




