મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સપોર્ટમાં આજીવન રહેવાનું, આપણાવાળાને છોડવાના નહીં, BZના સમર્થનમાં DJવાળાએ શું કહ્યું

સાબરકાંઠાના બહુ ચર્ચિત BZ સ્કેમ કરનારા ભુપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં મોડાસા ગ્રામ્ય પંથકમાં ફરી હોર્ડિંગ્સ લાગ્યા છે.

સાબરકાંઠાના બહુ ચર્ચિત BZ સ્કેમ કરનારા ભુપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં મોડાસા ગ્રામ્ય પંથકમાં ફરી હોર્ડિંગ્સ લાગ્યા છે. ભવાનપુર પાટિયા અને લીંભોઈ ગામના પ્રવેશ દ્વાર પર મોટા હોર્ડિંગ્સ લાગતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે ત્યારે હવે એક વરઘોડામાં DJ સંચાલક પણ ભૂપેન્દ્ર સિંહ ઝાલા સમર્થન આજીવન રહેવાનું કહેતો હોવાનો વિડિયો વાયરલ થયો છે. 

 ‘WE SUPPORT BZ’ લખાણ સાથે હોર્ડિંગ્સ લગાવાયા છે. 20 દિવસ પૂર્વે પોન્ઝી સ્કેમના આરોપી ભુપેન્દ્રસિંહના સમર્થનમાં 50થી વધુ હોર્ડિંગ્સ લાગ્યા હતા. હોર્ડિંગ્સ લગાવ્યા બાદ ઝાલાનગર ખાતે ભુપેન્દ્રસિંહ ના સમર્થનમાં સંમેલન યોજાયું હતું. બે દિવસ પહેલા રિક્ષા પાછળ WE SUPPORT BZ’બેનર જોવા મળ્યા હતા. પોન્ઝિ સ્કીમના આરોપમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલમાં હોવા છતાં સમર્થકોની નીતિ સામે સવાલ થઈ રહ્યા છે. પોલીસ પણ ચોક્કસ કાર્યવાહી ન કરતા સમર્થકો બેફામ બન્યા છે.

આ સમાચાર શેર કરો