VIDEO: 'મૃતદેહ એટલા ખરાબ રીતે બળી ગયા હતા કે ઓળખ પણ ના થઈ શકી', જાણો પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું

અમદાવાદમાં ગુરુવારે બપોરે સર્જાયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે. અમદાવાદ એ

અમદાવાદમાં ગુરુવારે બપોરે સર્જાયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને શોકમાં ગરકાવ કરી દીધું છે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફ થયા બાદ ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાં માત્ર એક જ વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો. 

વિમાન દુર્ઘટનાનું દ્રશ્ય એટલું ભયાનક કે જેણે જોયું તે ચોંકી ગયું

એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર પ્લેન અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી ખૂબ જ ખતરનાક રીતે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની મેસ (ભોજનાલય)ના બિલ્ડિંગમાં અથડાયું હતું. વિમાન દુર્ઘટનાનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે જેણે પણ તેને જોયું તે ચોંકી ગયા. ક્ષત-વિક્ષત થયેલા મૃતદેહ એટલા ખરાબ રીતે બળી ગયા હતા કે તેમની ઓળખ પણ થઈ શકી ન હતી. તેથી ડીએનએ ટેસ્ટનો આશરો લેવામાં આવી રહ્યો છે. ઘણી સેવાભાવી સંસ્થાના સ્વયંસેવકો પણ આ રાહત બચાવ કાર્યમાં જોડાયા હતા. હિંદુ મુસ્લિમ, નાત જાત જોયા વિના બધા માનવ સેવામાં લાગ્યા હતા.

જાહેરાત

રાકેશ પટણી પ્રત્યક્ષદર્શી

મેડિકલ હોસ્ટેલની કેન્ટીનમાં જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે ઘણા લોકોને બચાવવામાં આવ્યા. કેન્ટીનના પહેલે અને બીજા માળેથી લોકો કૂદકા મારતા જોવા મળ્યા હતા. પ્લેન ક્રેશ થયું તે સમયે કેન્ટિનમાં અને આજુબાજુમાં આશરે 300થી વધુ લોકો હાજર હતા. 

મારા છોકરાનો છોકરી મરી ગયો

કેન્ટીન બહાર ચાની કિટલી ચલાવનારનો નાનો પુત્ર ફૂટપાથ ઉપર સુતો હતો તે પણ આગથી બળી જતાં માતાની નજર સામે મોતને ભેટ્યો છે. તેના દાદીએ આ ઘટનાની વ્યથા વર્ણવી હતી.  અમારો 50 લોકોનો પરિવાર હતો તેમાં બીજા લોકો સહી સલામત બચી ગયા

હાથમાં ચમચી હોય તેવી ડેડબોડી પણ બહાર કાઢી

40 સેકન્ડને લઈને હું બચી ગયો. કેન્ટિનમાં બ્લાસ્ટ થયો. એટલે ગ્રૂપમાં ફોન કર્યો અમારા ગ્રૂપના બધા છોકરાઓ મદદ માટે આવી ગયા. અમે એવી લાશો ઉઠાવી છે જેના હાથમાં જમતા ચમચી પણ એમનેમ રહી હતી. મારા મિત્રના પગમાં ચપ્પલ નહોતા છતાં કેન્ટિનમાંથી વિદ્યાર્થીઓને બચાવવા લાગી ગયો હતો. અમુક અમારા મિત્રો પણ આ દુર્ઘટનામાં મોત થયા છે. 

એવું લાગ્યું જાણે પાકિસ્તાને મિસાઈલ મારી હોય...

પ્લેન દુર્ઘટના એટલી ભયાનક હતી તે વિશે વાત કરતા એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, 'હું તેના વિશે વિચારું છું તો મારી આંખોમાં આંસુ આવી જાય છે. મારું ઘર અહીંથી 100 મીટર દૂર છે, અહીં જે વૃક્ષો છે. વિમાનના ટાયર તેમને અથડાયા હતા. તે સમયે મારા દાદા ઘરે હતા અને મારો નાનો ભાઈ પણ હતો. મારા પરિવારના સભ્યો ખૂબ રડી રહ્યા હતા. મમ્મી ત્રણ વખત પડી ગઈ. જ્યારે આગ વધવા લાગી, ત્યારે અમે સિલિન્ડર કાઢ્યા અને દરવાજો બંધ કરી દીધો અને ધુમાડાને કારણે કાચ તૂટવા લાગ્યા. પરિસ્થિતિ એવી હતી કે કોઈ વ્યક્તિ બેભાન થઈને અહીં પડી ગયો હોત.'
 
આ અંગે પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, 'મારા દાદાને લાગ્યું કે ભૂકંપ આવ્યો છે, તેથી બધા ઘરની બહાર નીકળી ગયા. જો હું મમ્મી પાસે પૈસા લેવા ન ગયો હોત, તો હું પણ તેમાં સામેલ હોત. મારા ત્રણ-ચાર મિત્રો જે વિદ્યાર્થી હતા, તેઓ મૃત્યુ પામ્યા. અમને લાગ્યું કે વિસ્ફોટ શોર્ટ સર્કિટને કારણે થયો છે. કેટલાકને લાગ્યું કે પાકિસ્તાને મિસાઇલ ચલાવી છે. હું કહું છું કે પાઇલટમાં ભગવાન છે. તેણે પોતાની બધી શક્તિથી વિમાનને રહેણાંક વિસ્તારમાંથી બહાર કાઢ્યું. જો આ વિમાન અમારા બ્લોકમાં ક્રેશ થયું હોત તો દ્રશ્ય કેવું હોત તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.'

આ સમાચાર શેર કરો

જાહેરાત