VIDEO: "મોત અમારી નજર સામે હતું...." જાણો દિલ્હી બ્લાસ્ટના પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ઇકો વાનમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટમાં 10 લો

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ઇકો વાનમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેના કારણે ગભરાટ ફેલાયો છે. આ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. આ બ્લાસ્ટ ઘટનામાં હજુ મૃત્યુઆંક વધી શકે છે. આ ખરાબ ઘટનાને પોતાની નજરો સમક્ષ જોનારાઓનું નિવેદન સામે આવ્યું છે. તમે પણ જાણો તેમની આપવીતી.

આ ઘટનાને જોનાર સાક્ષી

જાહેરાત

લાલ કિલ્લા પાસે થયેલ બ્લાસ્ટને જોનાર એક વ્યક્તિએ જણાવ્યું કે, "મેં મારા જીવનમાં આટલો જોરદાર વિસ્ફોટ ક્યારેય સાંભળ્યો નથી. વિસ્ફોટને કારણે હું ત્રણ વખત પડી ગયો. એવું લાગ્યું કે અમે બધા મરી જઈશું."

તો અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, "જ્યારે અમે રસ્તા પર કોઈનો હાથ જોયો, ત્યારે અમે એકદમ ચોંકી ગયા. હું તેને શબ્દોમાં સમજાવી શકતો નથી."

NIAની એક ટીમ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી

લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા વિસ્ફોટ બાદ, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ હવે તપાસ હાથ ધરી છે. વિસ્ફોટની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, NIA અધિકારીઓની એક ટીમ સોમવારે રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતો પાસેથી પ્રારંભિક માહિતી એકત્રિત કરી હતી.

જાણો સમગ્ર ઘટના વિશે

દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક ઇકો વાનમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, આ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટમાં હજુ મૃત્યુઆંક વધી શકે છે. વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો. 6થી 7 વાહનો આગની ઝપેટે આવ્યા છે. દિલ્હી બ્લાસ્ટને પગલે PM મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી છે. વિસ્ફોટનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ આ પછી દિલ્હી, મુંબઈ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં હાઇ એલર્ટ જારી છે. ગુજરાતમાં પણ અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિતના શહેરોમાં એલર્ટ જાહેર છે. 

ફાયર બ્રિગેડને સાંજે 6:55 કલાકે વિસ્ફોટની માહિતી મળી હતી. દિલ્હી પોલીસની ટીમોએ તપાસ શરૂ કરી દીધી છે. વિસ્ફોટ થવાનું કારણ શોધવા ફોરેન્સિક અને ટેકનિકલ નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી છે. વિસ્ફોટથી નજીકની સ્ટ્રીટલાઇટ પણ તૂટી ગઈ હતી. સૂત્રો અનુસાર, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે થયેલા વિસ્ફોટમાં ઘાયલ થયેલા ઘણા લોકોને LNJP હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત