Video: 'એવું બ્લેક લિસ્ટ કરીશું કે આખા દેશમાં કામ નહી કરી શકો', જીતુ વાઘાણીએ ભ્રષ્ટાચારી કોન્ટ્રાકટરોને આપી ચેતવણી
અમરેલીના કુંકાવાવ એસટી બસ સ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે કૃષિમંત્રી જીતુ વા

અમરેલીના કુંકાવાવ એસટી બસ સ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે કૃષિમંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેઓએ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર આચરતા કોન્ટ્રાકટરો સામે લાલ આંખ કરતાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એ કહ્યું છે કે રોડ કે અન્ય કામોમાં કોઈ કોમ્પ્રોમાઈસ કરવાના નથી. તમે પોતે નિરીક્ષક બનો અને ખોટું થતું હોય તો કલેક્ટરને કહો. વર્ષોથી કામ કરવા વાળા ચેતી જાય તમને એવું બ્લેક લિસ્ટ કરીશું કે આખા રાજ્યમાં કે દેશમાં કામ નહી કરી શકો. આ અંગે અમરેલીમાં કેટલીક બાબતો અમારા ધ્યાનમાં આવી છે અને અમે તેના રિપોર્ટ મંગાવ્યા છે, સાથે વિજિલન્સની તપાસ પણ મુકાવી છે. આ પ્રસગે ઊર્જામંત્રી કૌશિક વેકરીયાએ પણ વક્તવ્ય આપ્યું હતું.




