Video: સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, વાહનચાલકો બે કિમી લાંબા ટ્રાફિકજામમાં ફસાયા
સુરતમાં સહારા દરવાજા વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું છે, જેને કારણે

સુરતમાં સહારા દરવાજા વિસ્તારમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું છે, જેને કારણે હજારો લીટર પાણી રોડ પર વેડફાઈ ગયું છે. બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ પાઈપલાઈન તૂટી ગઈ હતી. પાણીના નિકાલ માટે તંત્રએ પાંચ પંપ લગાડ્યા હતા. વગર વરસાદે રોડ પર પાણી વહેતું થતાં ટ્રાફિકની સ્થિતિ સર્જાઈ અને વાહનચાલકો હાલાકીમાં મુકાયા હતા. સહારા દરવાજા બ્રિજ પર લગભગ બે કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થયો હતો.
જાહેરાત








