VIDEO: ખેરગામના વડપાડામાં પાણીની લાઈનમાં ભંગાણ, 200 ફૂટ ઊંચા ફૂવારા ઉડ્યા
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વડપાડા ગામે પાણીની લાઈનમાં ભંગાણ થતાં 200 ફૂટ જેટલા ઉંચા ફૂવાર

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વડપાડા ગામે પાણીની લાઈનમાં ભંગાણ થતાં 200 ફૂટ જેટલા ઉંચા ફૂવારા ઉડ્યાં હતા. વડપાડા ગામના ચાર રસ્તા પાસે જ દમણગંગા પાઈપ લાઈનમાં અચાનક ભંગાણ સર્જાતાં 200 ફૂટ ઉંચો પાણીનો ફૂવારો ઉડતા નજીકમાં આવેલા એક ઘરને પણ નુકસાન થયું હતું. દમણગંગા પાણી યોજના શરૂ થાય એ પહેલા ટેસ્ટિંગ સમયે જ સર્જાયું ભંગાણ સર્જાતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.


