મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાપ રે... કમરમબેલા હાઈવે પર પડ્યા કમરતોડ ખાડા, મહિલા ટ્રકના ટાયર નીચે આવતા માંડ બચી!

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તંત્રની પોલ ઠેર ઠેર છતી થઈ છે. ત્યારે વલસાડમાં આવેલા મોટા ભાગના રસ્તાઓ તૂટીને

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તંત્રની પોલ ઠેર ઠેર છતી થઈ છે. ત્યારે વલસાડમાં આવેલા મોટા ભાગના રસ્તાઓ તૂટીને બિસ્માર બની ગયા છે. ત્યારે ઉમરગામમાંથી પસાર થતા કરમબેલા હાઈવે પર ધોવાઈ ગયેલા રસ્તા પર એક મોપેડ સ્લીપ થતા મહિલા પટકાયા હતા. સદનસીબે મહિલાનો જીવ બચ્યો હતો. અકસ્માતનો આ બનાવ પાછળ આવી રહેલી કારના સીસીટીવીમાં કેદ થયો હતો.

ટોલ ટેક્સ ઉઘરાવવામાં રસ

વાહન ચાલકો NHAIને રોજ લાખો રૂપિયાની ટોલ ટેક્સ આપવા છતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલા હાઇવે ઉપર આવેલા બ્રિજ ઉપર રસ્તો બિસ્માર બન્યો છે. જેને લઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓની હાલત ભારે કાફોળી બની છે. વાહન ચાલકો NHAI સહિત ઉચ્ચ અધિકારીઓને વારંવાર ફરિયાદ કરવા છત્તા વાહન ચાલકોની રજુઆત ઉપર કોઈ ધ્યાને લેતું ન હોવાનો આક્રોશ પણ વાહન ચાલકો ઠાલવી રહ્યા છે. 

મિડલ લેનમાં જ સ્લીપ

ગઈ કાલે કરમબેલા બ્રિજ ઉપરથી એક મહિલા મોપેડ ચાલક પોતાની મોપેડ લઈને બિસ્માર રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી. થર્ડલેન ઉપર આઇસર ટેમ્પો ચાલી રહ્યો હતો. જેથી મહિલા હાઈવેની મિડલ લેનમાં મોપેડ ચલાવી રહી હતી. બ્રિજ ઉપર બનેલા બિસ્માર માર્ગને લઈને મોપેડ ઉપર સવાર મહિલાએ મોપેડના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. અને રસ્તા ઉપર પટકાઈ હતી.

આ સમાચાર શેર કરો