VIDEO: વિસનગર નગરપાલિકા વોર્ડ-૧ પેટાચૂંટણીનું મતદાન શરૂ
મહેસાણા જિલ્લાના વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-૧ની ખાલી પડેલી બેઠક માટે આજે પેટાચૂંટણીનું શા

મહેસાણા જિલ્લાના વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-૧ની ખાલી પડેલી બેઠક માટે આજે પેટાચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે. પૂર્વ નગરસેવક દીપક મોદીના દુઃખદ અવસાનથી ખાલી પડેલી આ પછાત વર્ગની અનામત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો છે. ભાજપ તરફથી નીતિનકુમાર મોદી અને કોંગ્રેસ તરફથી શૈલેષભાઈ રાવળ મેદાનમાં છે. આ વોર્ડના કુલ 6,662 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહપૂર્વક આગળ આવી રહ્યા છે. સવારે 11 વાગ્યા સુધીમાં મંદ ઉત્સાહ સાથે 12.72 ટકા મતદાન નોંધાયું છે. કુલ 6 બુથ પર સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલનાર આ મતદાન પ્રક્રિયા માટે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.




