મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અરવલ્લીના મોડાસામાં મતદાતાઓએ ચૂંટણી બહિષ્કારનું કર્યું એલાન, "બુથ નહીં તો વોટ નહીં"ના લગાવ્યા નારા

અરવલ્લીના મોડાસામાં ચૂંટણી પહેલા જ ગરમાવો જોવા મળી

અરવલ્લીના મોડાસામાં ચૂંટણી પહેલા જ ગરમાવો જોવા મળી રહ્યો છે. હફશાબાદ ગામના 400થી વધુ મતદાતાઓએ "બુથ નહીં તો વોટ નહીં"ના નારા સાથે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યું છે. વર્ષો જૂનું મતદાન મથક 2 કિમી દૂર ખસેડવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ છે. વહીવટી તંત્ર સામે જવાબદારી ટાળવાનો આરોપ લગાવી લોકોએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.  

આ સમાચાર શેર કરો