VIDEO : સિટી પેલેસમાં વિશ્વરાજસિંહ મેવાડે કર્યા ધૂણી દર્શન, ઉદયપુર રાજવી પરિવારમાં વિવાદ અટક્યો
Udaipur Royal Family Controversy: ઉદયપુરના પૂર્વ મેવાડ રાજવી પરિવારમાં પ્રોપર્ટીને લઈને

Udaipur Royal Family Controversy: ઉદયપુરના પૂર્વ મેવાડ રાજવી પરિવારમાં પ્રોપર્ટીને લઈને વિવાદ સર્જાયો હતો. વિવાદને લઈને વાત એટલી હદે બગડી હતી કે સિટી પેલેસની બહાર પથ્થરમારો થઈ ગયો હતો. જો કે, હવે વિવાદ ઉકેલાયો છે. વિશ્વરાજ સિંહ મેવાડ સિટી પેલેસની અંદર ગયા છે. તેમણે પોલીસ અને જિલ્લા તંત્રના અધિકારીઓની હાજરીમાં પવિત્ર માનવામાં આવતી ધૂણીને નમન કર્યા.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં ઉદયપુર રાજવી પરિવાર વચ્ચે વિવાદ વકર્યો હતો. ચિતોડમાં મહેન્દ્ર સિંહ મેવાડના નિધન બાદ તેમના દીકરા વિશ્વરાજ સિંહ મેવાડનું રાજતિલક થયું, પરંતુ ત્યારબાદ ધૂણી દર્શનને લઈને વિવાદ થઈ ગયો. આ ઘટના ત્યારે બની જ્યારે વિશ્વરાજ સિંહ મેવાડ પોતાના સમર્થકોની સાથે ઉદયપુરના સિટી પેલેસમાં ધૂણી દર્શન માટે પહોંચ્યા અને તેમને મહેલમાં પ્રવેશ ન કરવા દેવાયો.
ત્યારબાદ સ્થિતિ એટલી તણાવપૂર્ણ બની ગઈ કે મોડી રાત સુધી મહેની બહાર અને અંદર લોકો વચ્ચે પથ્થરમારો થયો. પોલીસ કાફલો ખડકી દેવાયો તેમ છતા વિવાદ અટકી રહ્યો ન હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ જિલ્લા તંત્રના અધિકારીઓને ઘટના સ્થળે પહોંચ્યા. ઉદયપુરના કલેક્ટર અને સિટી એસપી પણ હાજર રહ્યાં.






