મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં વિશ્વામિત્રી નદીનું પૂર, લાખો લોકો ઘરમાં કેદ, મોંઘીદાટ કારો પાણીમાં ગરકાવ

વડોદરા શહેરના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે અને વિશ્વામિત્રી નદીના પાણી આસપાસ

વડોદરા શહેરના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે અને વિશ્વામિત્રી નદીના પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયા છે. જેના કારણે લાખો લોકો પોતાના ઘરમાં જ પૂરાયેલા છે. ઘણા લોકો પૂરના પાણીમાં ફસાઇ ગયા હોય તેવી સ્થિતિનો પણ નિર્માણ થયું છે.

વડ઼ોદરાના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ 

વડ઼ોદરાના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ, ગોત્રી સહિતના વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયા છે. તંત્રએ આર્મી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખી છે.

 હરણી વિસ્તારમાં તો કારો ડૂબી ગઈ એટલું પાણી ભરાયેલું

ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે. હરણી વિસ્તારમાં તો કારો ડૂબી ગઈ એટલું પાણી ભરાયેલું છે. માંજલપુરની વનલિલા સોસાયટીમાં આખેઆખી કારો અને અડધી બસો ડૂબી ગઈ છે.

સમા વિસ્તારમા બુલડોઝર બેસાડીને લોકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા અનુસાર 5500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી 1200 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

મોંઘીદાટ ગાડીઓ પૂરના પાણીની ચપેટમાં

કેટલાક લોકોએ પોતાની મોંઘીદાટ ગાડીઓને બચાવવા માટે રસ્તા પર મૂકી હતી પણ ત્યાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે. આ વિસ્તારમાંથી રેસ્ક્યુ માટે પણ સંખ્યાબંધ કોલ ફાયર બ્રિગેડ તેમજ એન.ડી.આર.એફ.ને મળ્યા છે. એક સ્થાનિક રહેવાસીએ કહ્યું હતું કે, આ વિસ્તારમાં પાણીનું વહેણ એટલું બધું છે કે, શક્તિશાળી બોટ સિવાય એન.ડી.આર.એફ. કે ફાયર બ્રિગેડના જવાનો પણ રેસ્ક્યુ કરી શકે તેમ નથી.

વડોદરાના તમામ બ્રિજ બંધ

વડોદરા શહેરમાં ગત 24 કલાકમાં વરસેલા વરસાદના લીધે શહેર જળમગ્ન બની ગયું છે. વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે, જ્યારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 35 ફૂટની આસપાસ પહોંચી જતાં શહેરના 10 બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં વિશ્વામિત્રી બ્રિજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ, સમા સાવલી બ્રિજ, સમા હરણી બ્રિજ, મંગલ પાંડે બ્રિજ, અટલાદરા માંજલપુર બ્રિજ, મુજ મોહુડા બ્રિજ સહિતના બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને બચાવ ટુકડીઓએ બચાવની કામગીરી શરુ કરી દીધી છે. અત્યાર સુધીમાં 3500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

આ સમાચાર શેર કરો