મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

મેલબર્નના રસ્તા પર લટાર મારવા નીકળ્યા વિરાટ-અનુષ્કા, સોશિયલ મીડિયા પર વાયરલ VIDEO

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખાસ છે. આ સિરીઝનો સીધો સંબંધ વર્લ્ડ ટેસ્ટ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખાસ છે. આ સિરીઝનો સીધો સંબંધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025ની ફાઈનલ સાથે છે. આવી સ્થિતિમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની આગામી બે ટેસ્ટ મેચ જીતવી જરૂરી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચ રમાઈ છે. ગાબા ટેસ્ટ ડ્રો થયા બાદ સિરીઝ હાલમાં 1-1ની બરાબરી પર છે. ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ પહેલા વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા સાથે મેલબર્નના રસ્તા પર ફરતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: IND vs AUS / મેલબર્નમાં સચિન તેંડુલકરને પાછળ છોડી શકે છે વિરાટ કોહલી, આ રેકોર્ડ પર રહેશે નજર

મહત્ત્વપૂર્ણ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા મેલબર્ન પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ સેશન પણ ચાલી રહ્યું છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે મેલબર્નના રસ્તાઓ પર લટાર મારતો જોવા મળ્યો હતો. કપલની આઉટિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વિરાટે અનુષ્કાને આપ્યો શ્રેય

પર્થ ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીએ અનુષ્કા શર્માના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, "અનુષ્કા હંમેશા મારી સાથે રહી છે, પછી ભલે ગમે તે સંજોગો હોય. તે જાણે છે કે પડદા પાછળ શું થાય છે અને તે મુશ્કેલ સમયમાં મારી મદદ કરે છે. તેનું અહીં હોવું મારા માટે ખાસ." કોહલીએ વધુમાં કહ્યું કે, "હું ટીમમાં યોગદાન આપવા માંગુ છું અને માત્ર મેદાન પર રહેવા માટે જ રમવા નથી માંગતો."

WTC 2025 ફાઈનલમાં પહોંચવાનું સમીકરણ

ઓક્ટોબરમાં ન્યુઝીલેન્ડ સામે 3-0થી હાર્યા બાદ ભારત WTC ટેબલમાં એક સ્થાન નીચે ગયું છે. પરંતુ પર્થમાં ઓસ્ટ્રેલિયા સામેની શાનદાર જીતે ફાઈનલની આશાઓ ફરી જીવંત કરી. જોકે, બીજી ટેસ્ટમાં 10 વિકેટથી હાર્યા બાદ ભારત ત્રીજા સ્થાને સરકી ગયું હતું. હવે ફાઈનલમાં પહોંચવા માટે ભારતે બાકીની બંને મેચ જીતવી પડશે, નહીં તો તેનું ભવિષ્ય અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેશે.

આ સમાચાર શેર કરો