Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Virat Kohli can break Sachin Tendulkar's record in Melbourne

IND vs AUS / મેલબર્નમાં સચિન તેંડુલકરને પાછળ છોડી શકે છે વિરાટ કોહલી, આ રેકોર્ડ પર રહેશે નજર

Timeછેલ્લું અપડેટ : 25 Dec 2024
લાઇવ ટીવીGoogle News
IND vs AUS / મેલબર્નમાં સચિન તેંડુલકરને પાછળ છોડી શકે છે વિરાટ કોહલી, આ રેકોર્ડ પર રહેશે નજર

બ્રિસ્બેન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો ગયા બાદ સિરીઝ હાલમાં 1-1ની બરાબરી પર છે. હવે બોક્સિંગ ડે ટેસ્ટ 26મી ડિસેમ્બરે પ્રતિષ્ઠિત મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં શરૂ થશે. જેમાં ભારતીય ફેન્સની નજર વિરાટ કોહલી પર છે, કારણ કે વિરાટે પર્થ ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી ફટકારીને ફોર્મમાં વાપસી કરવાનો સંકેત આપ્યા હતો. જોકે, એ પછી છેલ્લી બે ટેસ્ટ મેચમાં વિરાટનું પ્રદર્શન ખાસ નહતું.

App Store

આ પણ વાંચો: IND vs AUS / બોક્સિંગ ડે ટેસ્ટ જોવા માટે બગાડવી પડશે ઊંઘ, જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ

મેલબર્નમાં બની શકે છે આ ખાસ રેકોર્ડ 

વિરાટ કોહલીનો રેકોર્ડ મેલબર્નમાં સારો રહ્યો છે, જેના કારણે ટીમ ઈન્ડિયા તેની પાસેથી મોટી ઈનિંગ્સની આશા હોય તે સ્વભાવિક છે. કોહલીએ અહીં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે, અને ત્રણ ટેસ્ટ મેચમાં એક સદી સાથે કુલ 316 રન બનાવ્યા છે. કોહલી હવે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઈતિહાસ રચવાની નજીક છે અને તે આ મેચમાં સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે.

સચિનના આ રેકોર્ડ પર વિરાટની નજર

મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે નોંધાયેલો છે. સચિને મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર કુલ 449 રન બનાવ્યા છે, અને આ અત્યાર સુધીનો અતૂટ રેકોર્ડ રહ્યો છે. હવે જો વિરાટ કોહલી બોક્સિંગ ડે ટેસ્ટની બંને ઈનિંગ્સમાં 134 રન બનાવી લે છે તો તે સચિન તેંડુલકરને પાછળ છોડીને આગળ નીકળી જશે.