VIDEO: વિજયનગર કેનાલમાં પાણી છોડવા ખેડૂતોનું ઉગ્ર પ્રદર્શન
કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં વિજયનગર કેનાલમાં તુરંત પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ એક વ

કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં વિજયનગર કેનાલમાં તુરંત પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોએ એક વિશાળ અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. ખેતી માટે પાણી ન મળતા પાક સુકાઈ જવાની ભીતિ વચ્ચે મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર તેમજ વહીવટી તંત્ર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા.આ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ ત્યારે ભારે તણાવપૂર્ણ બની ગઈ જ્યારે રાયથ સેનાના એક ટોચના નેતાએ પોતાની માંગણીઓ પ્રત્યે તંત્રનું ધ્યાન દોરવા માટે આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ત્યાં હાજર અન્ય ખેડૂતો અને એલર્ટ પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક વચ્ચે પડીને તેમને રોકી લીધા હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસે હાલ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો

