VIDEO: આતંકવાદી તત્વો વિરૂદ્ધ ઉગ્ર પ્રદર્શન
તાજેતરમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાની કેટલીક મદ્રેસાઓમાંથી આતંકવાદી તત્વો ઝડપાવવાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર પંથ

તાજેતરમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાની કેટલીક મદ્રેસાઓમાંથી આતંકવાદી તત્વો ઝડપાવવાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશની આંતરિક સુરક્ષાને જોખમાવતી આ ગંભીર બાબતના વિરોધમાં પાટણ જિલ્લા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉગ્ર પ્રદર્શનો કરવામાં આવ્યા છે. હિન્દુ સંગઠનોના આક્રોશના ભાગરૂપે સિદ્ધપુરના કાકોશી ચાર રસ્તા ખાતે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો એકત્રિત થયા હતા અને દેશવિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પ્રદર્શન દરમિયાન સંગઠનના કાર્યકરોઓએ કાકોશી ચાર રસ્તા પાસે હાઈવે ચક્કાજામ કર્યો હતો અને આતંકવાદીઓનું પૂતળાદહન કરીને પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.




