મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત એટીએસ ની મોટી કાર્યવાહી જૈશ એ મોહમ્મદના ૮ આતંકવાદીઓનું મોડ્યુલ ઝડપાયું પાકિસ્તાન કનેક્શનનો પર્દાફાશ

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા જૈશ-એ

તસવીર: gstv

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા ૮ આતંકવાદીઓના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેઓ છેલ્લા છ મહિનાથી પાકિસ્તાની હેન્ડલર્સ સાથે વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા સતત સંપર્કમાં રહીને સ્લીપર સેલ તરીકે કાર્યરત હતા. આ આતંકવાદીઓનું મુખ્ય ષડયંત્ર સ્થાનિક યુવાનોને કટ્ટરપંથી બનાવી તેમને આતંકવાદી તાલીમ આપવાનું હતું, જેના માટે તેઓએ વિવિધ પ્લેટફોર્મ પર ગ્રુપ બનાવી નેટવર્ક ઊભું કર્યું હતું. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓના ઘરેથી જૈશ-એ-મોહમ્મદનો ફ્લેગ, મસૂદ અઝહરના કટ્ટરવાદી પુસ્તકો અને અન્ય શંકાસ્પદ સામગ્રી મળી આવી છે, સાથે જ ૩ લાખ રૂપિયાનું ફંડિંગ મળ્યાનું પણ બહાર આવ્યું છે જેનાથી તેમણે ગાડી ખરીદી હતી. ATS દ્વારા બનાસકાંઠાના ભાગઢ અને ટોકરિયા ખાતે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને વડોદરાના એક કાશ્મીરી યુવક સાથેના સંપર્કની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે હાલમાં પકડાયેલા તમામ આરોપીઓની કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો