Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO: Operation continues against terrorists in Rajouri

VIDEO: રાજૌરીમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન યથાવત

Timeછેલ્લું અપડેટ : 30 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના ગંભીર મુગલાન વિસ્તારમાં આવેલા દોરીમાલના ગીચ જંગલોમાં આતંકવાદીઓ વિરુદ્ધ શરૂ કરાયેલું મેગા સર્ચ ઓપરેશન શેરવાલી  ૩૯માં દિવસમાં પ્રવેશી ચૂક્યું છે. ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ (CRPF)ના સંયુક્ત દળો દ્વારા આ વિસ્તારમાં આતંકવાદીઓને શોધવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા દ્રશ્યોમાં સુરક્ષા જવાનો આધુનિક ટેકનોલોજી અને ડ્રોનની મદદથી પહાડી અને દુર્ગમ જંગલોમાં આતંકીઓના સંભવિત ઠેકાણાઓ પર નજર રાખી રહ્યા છે. સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અભેદ્ય રાખવા અને કોઈ પણ આતંકવાદી ભાગી ન છૂટે તે માટે જવાનો દ્વારા સમગ્ર જંગલ વિસ્તારની કિલ્લાબંધી કરીને કડક નજર રાખવામાં આવી રહી છે.

App Store