મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દ્વારકાના સઈદેવળીયાના ગ્રામજનોએ શિક્ષકને અનોખી વિદાય આપી, લાગણીસભર દ્રશ્યો સર્જાયા

દ્વારકાના ભાણવડના સઈદેવળીયા ગામે ગ્રામજનોએ શિક્ષકને અનોખી રીતે વિદાય આપી હતી.લોકોએ શિ

દ્વારકાના ભાણવડના સઈદેવળીયા ગામે ગ્રામજનોએ શિક્ષકને અનોખી રીતે વિદાય આપી હતી.લોકોએ શિક્ષકને ઘોડા પર બેસાડી ગામમાં ફુલેકું કાઢ્યું હતું. શિક્ષકના ફુલેકામાં લોકોએ ગરબાની રમઝટ બોલાવી હતી.ગામજનોએ વાજતે ગાજતે અને ડીજેના તાલે ઉત્સાહ સાથે શિક્ષકને વિદાય આપી હતી. સઈદેવળીયા ગામે 13 વર્ષથી ફરજ બજાવતા શિક્ષકની બદલી થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ભાણવડ તાલુકાના સઈદેવળીયા ગામે પ્રાથમિક શાળામાં 13 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા ઓળકીયા હેમંતભાઈની બદલી થતાં ગ્રામજનોએ ફુલેકું કાઢ્યું હતું.

આ સમાચાર શેર કરો