મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ડભોઇ રોડ પર ગ્રામજનોએ ચક્કાજામ કરતાં ટ્રાફિક જામ, અઠવાડિયામાં અકસ્માતે 5 મોત થતાં ઠાલવ્યો રોષ

વડોદરા થઈને ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતાં મુખ્ય માર્ગ પર ભીલાપુર રાજ

વડોદરા થઈને ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતાં મુખ્ય માર્ગ પર ભીલાપુર રાજલી ક્રોસિંગ પાસે ગ્રામજનો દ્વારા રસ્તો રોકી ચક્કાજામ કરવામાં આવ્યું છે. છેલ્લા અઠવાડિયામાં ભીલાપુર રાજલી ક્રોસિંગ વચ્ચે અકસ્માતમાં પાંચ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા સ્થાનિકોએ ભારે સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

ચક્કાજામના કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિક સર્જાયું 

વડોદરા-ડભોઇ મુખ્ય માર્ગ પર ભીલાપુર રાજલી ક્રોસિંગ પાસે ગ્રામજનો દ્વારા રસ્તો રોકી ચક્કાજામ કરવામાં આવ્યું છે. છેલ્લા અઠવાડિયામાં અહીં અકસ્માતોમાં પાંચ લોકોના મોત થયા બાદ લોકોએ આ રોષ ઠાલવ્યો છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન ટ્રાફિક વન-વે કર્યો હોવાથી નાના વાહન ચાલકો અકસ્માતના ભોગ બનતા રહયા છે. ચક્કાજામના કારણે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયું હતું. ગ્રામજનોએ ઢાઢર નદીનો બ્રિજ ઉતરતાની સાથે ડિવાઇડર તોડી ટ્રાફિક ડાયવર્ટ કરવાની માગણી કરી છે.  

આ સમાચાર શેર કરો