મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ ભારતના પ્રવાસે, સ્વાગત કરવા માટે રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી રહ્યા હાજર

વિયેતનામના રાષ્ટ્રપતિ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ વિયેતનામની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી ટો લામ ભારતના પ્રવાસે આવ

વિયેતનામના રાષ્ટ્રપતિ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ વિયેતનામની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી ટો લામ ભારતના પ્રવાસે આવ્યા છે.. ત્યારે નવી દિલ્હી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં આયોજિત એક વિશેષ સમારોહમાં તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે ઔપચારિક આવકાર આપવામાં આવ્યો હતો. ભારતની મુલાકાતે આવેલા વિયેતનામના આ ઉચ્ચ સ્તરીય નેતાનું સ્વાગત કરવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત ભારત અને વિયેતનામ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવાના હેતુથી અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત આ રાજકીય શિષ્ટાચાર બાદ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય હિતો અને સહયોગ અંગે ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ થવાની છે.

આ સમાચાર શેર કરો