મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોરાજીમાં પૈસાની લેવડદેવડમાં યુવાનની હત્યા, આરોપીઓનું જાહેરમાં સરઘસની કરાઈ માંગ

રાજકોટના ધોરાજીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં

 રાજકોટના ધોરાજીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  ધોરાજીમાં પૈસાની લેવડદેવડમાં કોળી સમાજના યુવાનની હત્યા કરવામાં આવી હતી. તો બીજી તરફ આ  હત્યાના મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગેલેક્સી ચોકમાં મોટી સંખ્યામાં કોળી સમાજ એકઠો થયો હતો અને આરોપીઓનો જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરી હતી.

 હિમાલય બારૈયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

આંગડિયા પેઢીના માલિકો દ્વારા થયેલા હુમલામાં વચ્ચે પડનાર હિમાલય બારૈયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા ધોરાજીના મુખ્ય વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  

આ સમાચાર શેર કરો