VIDEO: પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાની ફાલતા વિધાનસભા બેઠક પર આજે મતદાન
પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાની ફાલ્ટા વિધાનસભા બેઠક

પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાની ફાલ્ટા વિધાનસભા બેઠક પર ૨૧ મે ૨૦૨૬ના રોજ ભારે સુરક્ષા વચ્ચે પુનઃમતદાન શરૂ થઈ ગયું છે.આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ ના ઉમેદવાર જહાંગીર ખાનનું ઘર સંપૂર્ણપણે બંધ અને તાળું મારેલું જોવા મળ્યું છે અને ત્યાં કોઈ જ હાજર નથી.ચૂંટણી પંચે ૨૯ એપ્રિલના રોજ બીજા તબક્કાના મતદાન દરમિયાન મોટા પાયે ઈવીએમ સાથે છેડછાડ અને ગેરરીતિઓની ફરિયાદો બાદ ફાલ્ટા બેઠક પર ફરીથી મતદાન કરાવવાનો આદેશ આપ્યો હતો.આ પુનઃમતદાનના માત્ર બે દિવસ પહેલા જ ટીએમસીના ઉમેદવાર જહાંગીર ખાને અચાનક ચૂંટણી પ્રક્રિયામાંથી હટી જવાની જાહેરાત કરીને રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો.તેમણે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે તેઓ વિસ્તારની શાંતિ અને વિકાસ માટે ચૂંટણીથી અલગ થઈ રહ્યા છે. જો કે, ટેકનિકલ રીતે ઉમેદવારી પાછી ખેંચવાની સમયમર્યાદા વીતી ગઈ હોવાથી ઈવીએમ મશીન પર હજુ પણ તેમનું નામ અને પ્રતીક યથાવત છે.



