VIDEO/ બાવળા અને ધોળકામાં પંચાયત-નગરપાલિકા માટે મતદાન શરૂ, સવારથી જ મથકો પર ભીડ

અમદાવાદ જિલ્લાના બાવળા અને ધોળકા પંથકમાં આજે વહેલી સવારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશ

અમદાવાદ જિલ્લાના બાવળા અને ધોળકા પંથકમાં આજે વહેલી સવારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. સવારના 7 વાગ્યાથી જ લોકશાહીના આ પર્વમાં સામેલ થવા માટે મતદારો મતદાન મથકો પર ઉમટી પડ્યા છે.

ચૂંટણીના મુખ્ય આંકડા:

જાહેરાત
  • જિલ્લા પંચાયત: બાવળા અને ધોળકા તાલુકાની કુલ 9 બેઠકો માટે જંગ.

  • તાલુકા પંચાયત: બાવળાની 17 અને ધોળકાની 21 બેઠકો પર મતદાન.

  • નગરપાલિકા: ધોળકા નગરપાલિકાની 25 બેઠકો માટે પ્રક્રિયા શરૂ.

બાવળા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 116 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં ચુસ્ત સુરક્ષા વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત