મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરમાં જૂની અદાવતને લઈને હિંસક ઘટના સામે આવી

ભાવનગરમાં જૂની અદાવતને લઈને હિંસક ઘટના સામે આવી છે. ભાવનગરના ધનાનગર વિસ્તારમાં નીતા વાજા

ભાવનગરમાં જૂની અદાવતને લઈને હિંસક ઘટના સામે આવી છે. ભાવનગરના ધનાનગર વિસ્તારમાં નીતા વાજાના ઘરે રાત્રે પાંચ શખ્સોએ પથ્થરમારો કરી તોડફોડ મચાવી હતી. હુમલાખોરોએ નીતાબેનના પતિ પર તલવાર અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. માહિતી મુજબ જૂની અદાવતને કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીઓએ પતિ પાસેથી 15 હજાર રૂપિયાની લૂંટ પણ ચલાવી હતી. વિશાલ ઉર્ફે ડી, આકાશ કાળિયો ઉર્ફે બલ્લુ, સુનીલ ચૌહાણ, કિશન કાળિયો અને સાગર બાઠિયા સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો