મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વિજયનો શપથ ગ્રહણ સમારોહ હાલ પૂરતો અટકી શકે છે, સરકાર બનાવવાના દાવાથી રાજ્યપાલ નથી સંતુષ્ટ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મે

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર અભિનેતામાંથી રાજનેતા બનેલા થલપતિ વિજયના શપથ ગ્રહણ સમારોહને લઈને મોટુ અપડેટ આવ્યું છે..છે. ગુરુવારે યોજાનારો વિજયનો શપથ ગ્રહણ સમારોહ હાલ પૂરતો અટકી શકે છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરકાર બનાવવા માટે વિજયને જરૂરી સમર્થન મળ્યું નથી. તેમ છતાં વિજયે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. જોકે તેમના દાવાથી રાજ્યપાલ સંતુષ્ટ ન હોવાની વિગતો સામે આવી છે.વિજયે રાજ્યપાલ પાસે 7 મેના રોજ જ શપથ ગ્રહણ કરવાની પરવાનગી માંગી હતી. પરંતુ રાજ્યપાલ તરફથી લીલી ઝંડી ન મળવાને કારણે આ કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો છે.વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમે  234 સભ્યોની વિધાનસભામાં 108 બેઠકો જીતી છે, પરંતુ બહુમતી માટે 118ના આંકડાની જરૂર છે. જોકે કોંગ્રેસે સમર્થન જાહેર કર્યું છે, પરંતુ હજુ પણ ટીવીકે બહુમતીના આંકડાથી થોડા દૂર હોવાથી રાજ્યપાલે પૂરતા ધારાસભ્યોના સમર્થન પત્રોની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો