મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત કોલેજ પાસે VHPનો આતંકવાદ સામે ઉગ્ર વિરોધ, પૂતળાનું કર્યું દહન

પહેલગામમાં બનેલી ઘટનાના સમગ્ર દેશમા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.ત્યારે આ ઘટનાના સંદર્ભમાં અમ

પહેલગામમાં બનેલી ઘટનાના સમગ્ર દેશમા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.ત્યારે આ ઘટનાના સંદર્ભમાં અમદાવાદની ગુજરાત કોલેજ પાસે VHP (વિશ્વ હિંદુ સંગઠન) દ્વારા વિરોધ કરવામા આવ્યો હતો. જેમાં પાકિસ્તાન વિરોધી નારા, ધ્વજ સાથે વિરોધ,અને પૂતળા દહન કરવામા આવ્યું હતું. 

આતંકવાદી હુમલા બાદ દેશવાસીઓમાં ભારે રોષ

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 ભારતીય નાગરિકોના મૃત્યુ થયા હતા.

ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડી દેવાનો આદેશ 

આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડી દેવાનો આદેશ કર્યો હતો, તો બીજી તરફ ગુજરાત પોલીસ દ્વારા ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો